ચાંદોદની બી એન હાઇસ્કુલ ખાતે IMCTF વડોદરા વિભાગ દ્વારા નૈતિક અને સાંસ્કૃતિક મૂલ્યો પર વિશેષ કાર્યક્રમ યોજાયો. પ્રકૃતિ વંદના, કન્યા વંદના અને ભારત માતા વંદના સાથે યુવા પેઢીને પર્યાવરણ સંરક્ષણ, નારી સન્માન, રાષ્ટ્રભક્તિ જેવા મૂલ્યો અંગે માર્ગદર્શન અપાયું. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.