વાપી શહેરમાં અનંત ચતુર્દશીના દિવસે ગણપતિ બાપાની ભવ્ય વિસર્જન યાત્રા યોજાઈ હતી. ગણેશ ચતુર્થીથી મંડળોએ ભક્તિભાવ સાથે બાપાની પૂજા-અર્ચના કરીને અનંત ચતુર્દશીએ શહેરમાં વાજતે ગાજતે યાત્રા નિકાળી હતી. મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને ઢોલ-નગારા, શંખધ્વનિ અને ભક્તિ ગીતોથી શહેરનું વાતાવરણ દિવ્ય બન્યું હતું.