6 સપ્ટેમ્બરના રોજ સાંજે 6 વાગ્યાની માહિતી મુજબ આજે બપોરના 3 વાગ્યા આસપાસ ટીંબા બસ સ્ટેશન નજીક બાઈક અને ગાડી વચ્ચે અકસ્માત થતાં બાઈક સવાર બે લોકો પૈકી એકનું ઘટના સ્થળે મોત થયું છે જ્યારે અન્ય એક વ્યક્તિને સારવાર માટે ખસેડાયો છે. ઘટનાને પગલે આસપાસથી લોકો ભેગા થઈ ગયા હતા જેથી એક સાઈડ ટ્રાફિકજામ પણ થયો હતો. મૃતકની ઓળખ માટે સતલાસણા પોલીસે વધું તપાસ હાથ ધરી છે.