વર્ષ 2025 ના ઓગસ્ટ માસ દરમ્યાન પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં.ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓએ સૌથી વધુ સારવારનો લાભ લીધો હતો.જેમાં 5128 નાના અને 698 મોટા ઓપરેશનો હાથ ધરવામાં આવ્યા હતા. 13758 એક્સ રે પાડવામાં આવ્યા હતા. જ્યારે ટીબીના નવા 998 અને જુના 769 દર્દીઓ સહિત કુલ 1767 દર્દીઓને તપાસવામાં આવ્યા હતા. ફિઝિયોથેરાપી વિભાગમાં કુલ 2018 અને આંખ વિભાગમાં 2525 આઉટડોર દર્દીઓ નોંધાયા હતા. લેબોરેટરી વિભાગમાં 18714 દર્દીઓનું નિરીક્ષણ કરાયું હતું.