કલોલ તાલુકાના ખાત્રજ ગામે ચાર રસ્તા પાસે વેપારીની દુકાનમાં ધોળા દિવસે ગંભીર ઘટના બની છે. નંબર પ્લેટ વગરની સફેદ કારમાં આવેલા રાજ રબારી અને તેના સાગરીતોએ વેપારી રૂપેશભાઈ કિરીટભાઈ ખમાર પર હુમલો કર્યો હતો.આરોપીઓ માસ્ક પહેરીને આવ્યા હતા. વેપારી કંઈ સમજે તે પહેલાં જ તેમના પર લાકડીઓ વડે હુમલો કરી દીધો હતો. વેપારીએ બૂમાબૂમ કરતાં આજુબાજુના દુકાનદારો અને લોકો દોડી આવ્યા હતા. આરોપીઓ પકડાઈ જવાના ડરથી તેમની કાર લઈને ભાગી ગયા હતા.