હાલોલ શહેરના વડોદરા રોડ પર આવેલ CNG પંપની બહાર આજે બુધવારે સાંજે 5:30 થી 6:00 વાગ્યા ના સમયગાળા દરમિયાન ઈકો ગાડીમાં આગ લાગવાની ઘટના સર્જાઈ હતી. જેમાં ઈકો ગાડી CNG પંપ ખાતેથી ગેસ ભરાવીને બહાર નીકળી ત્યારે જ આગની ઘટના સર્જાતા અન્ય વાહન ચાલકોમાં ભય સાથે દોડધામ મચી હતી. અને સ્થળ પર અફરા તફરી ફેલાઈ હતી. જોકે ફાયર સ્ટેશન સામે હોવાના કારણે ફાયર ફાઈટરની ટીમે તાબડતોડ ઘટના સ્થળે દોડી આવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.