છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ગડોથ ગામના રસિકભાઈ નારણભાઈ રાઠવા તેમને થતી શારીરિક તકલીફો વિશે જણાવતા કહે છે કે, જયારે પણ સર્દી ખાસી થતી ત્યારે ખાસતી વખતે પેટના ભાગમાં દુખાવો થતો હતો. જેના લીધે તેઓને ઘણી તકલીફ પડતી હતી. જેથી તેઓ પ્રાઇવેટ હોસ્પીટલમાં સારવાર માટે ગયા ત્યાં ડોક્ટર દ્વારા તમને હરણીયા છે એમ કહ્યું હતું. ત્યારબાદ તેમણે સોનોગ્રાફી કરાવી અન્ય ૨ થી ૩ હોસ્પીટલમાં બતાવ્યું ત્યાં પણ તેમને હરણિયા છે એમ જણાવ્યું હતું.