ભારત સરકાર દ્વારા ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમપાવરમેન્ટ ઓફ વુમન અંતર્ગત 10 દિવસ સ્પેશિયલ અવેરનેસ કેમ્પિયન અંતર્ગત જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી આઈ.આઈ. મન્સૂરી તેમજ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ચિંતન તેરૈયાના માર્ગદર્શન હેઠળ હડદડ ગામની પ્રાથમિક અને માધ્યમિક શાળામાં જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમ અંતર્ગત DHEW ના ડિસ્ટ્રિક્ટ કોર્ડીનેટર મહેશભાઈ સોલંકી દ્વારા મહિલા બાળ વિભાગની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી હતી