ધ્રોલમાં સરકારી ખરાબાની જમીન પર દબાણના કેસે મામલતદાર કચેરીને વિવાદમાં ધકેલ્યું. માલધારી વરવાભાઈ પર ૨૦ વર્ષથી કબજાના આરોપસર રૂ.૮,૩૩,૦૦૦ દંડ ફટકારાયો: પરંતુ RTIમાં બહાર આવેલી માહિતી મુજબ ફક્ત બે વર્ષનો કબજો અને રૂ.૮૩,૦૦૦ દંડનો ઓર્ડર છે. બે જુદા ઓર્ડર સામે આવતા કચેરીની પારદર્શિતાને સવાલો ઘેરાયા. જાગૃત નાગરિક રાજેશભાઈ પરમારે ગોટાળો ઉજાગર કરતા તપાસની માંગ કરી છે