જુનાગઢ જિલ્લા કલેકટર અને SDM દામોદર કુંડ પહોંચ્યા,પાણીની આવકમાં ઘટાડો થતા પિતૃતર્પણ ની છૂટ અપાઈ છે.સવારથી જ ભારે વરસાદને લઈ દામોદર કુંડમાં આવેલ ઘોડાપુર ને કારણે લોકોની અવરજવર પર રોક લગાવાય હતી.આજે અમાસના પર્વ ને લઈ દામોદર કુંડ ખાતે પિતૃતર્પણ કરવા મોટી સંખ્યામાં લોકોનો જમાવડો જોવા મળ્યો છે.SDRF અને NDRF ની ટીમો ને તૈનાદ કરવામાં આવી છે.પાણી ની આવકમાં ઘટાડો થતા પિતૃતર્પણ ની છૂટ પણ આપવામાં આવી છે.