ડાંગ જિલ્લાના ભદરપાડા ગામ થી વિકસિત ભારત સંકલ્પ યાત્રા નો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે ભદરપાડા ગામે ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઈન, વઘઇ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ચંદરભાઈ ગાવિત સહિતના પદાધિકારીઓ, અને સંકલ્પ યાત્રાના જિલ્લા કક્ષાના નોડલ ઓફિસર- ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનોને વિકસિત ભારતનો સંકલ્પ લેવડાવી, વિવિધ યોજનાઓની જાણકારી આપી, યોજનાકીય લાભો એનાયત કરાયા હતા