પાટણ પોલીસે ગેરકાયદેસર ગાંજાની હેરાફેરી કરતા એક આરોપીને ઝડપી પાડયો છે. આ દરમિયાન મુખ્ય સપ્લાયર ફરાર થવામાં સફળ રહ્યો છે.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે 82, એકતા પાર્ક સોસાયટી, મોતીશા દરવાજા, પાટણ ખાતે રહેતા અનિલભાઈ પરમારને પકડ્યો હતો.એક્ટિવા 528 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. જપ્ત કરાયેલા ગાંજાની કિંમત ₹5,280 આંકવામાં આવી છે.