અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે જીએસઆરટીસી દ્વારા આયોજિત ભવ્ય કાર્યક્રમમાં મંત્રી ભીખુસિંહ પરમારના વરદ હસ્તે ૧ ડીલક્સ અને ૫ મીડી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું.ડીલક્સ બસ ૪૦થી વધુ મુસાફરોને આરામદાયક પ્રવાસની સુવિધા આપશે,જ્યારે મીડી બસો ગ્રામ્ય વિસ્તારોમાં સરળ કનેક્ટિવિટી સુનિશ્ચિત કરશે.આ પહેલથી અરવલ્લી જિલ્લાના આદિવાસી અને ગ્રામ્ય વિસ્તારના લોકો માટે શિક્ષણ,રોજગાર અને આર્થિક વિકાસ તરફનું માર્ગ વધુ સુગમ બનશે.