આ કલા સ્પર્ધામાં જુદા-જુદા વયજૂથમાં વિવિધ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં દાહોદ જિલ્લામાંથી વિવિધ શાળાઓમાંથી ૬ વર્ષથી લઈને ૫૯ વર્ષ સુધીના તમામ વયજૂથના કલાકારોએ ઉપસ્થિત રહીને પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું. કલા મહાકુંભની સ્પર્ધા વયજૂથ અને કૃતિ અનુસાર પ્રથમ તાલુકા કક્ષા, જિલ્લા કક્ષા, પ્રદેશ કક્ષા અને છેલ્લે રાજ્ય કક્ષાએ યોજાય છે. કલા મહાકુંભનો મુખ્ય ઉદ્દેશ્ય કલા જાગૃતિ, પ્રતિભા શોધ અને કલાકારોને યોગ્ય તક અને પ્લેટફોર્મ પૂરું પાડી શકાય સાથે કલાકારો