રાજ્યભર સહિત ખેડા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા ભારે વરસાદ અને નદીઓમાં પાણીના વધેલા સ્તરને કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે સાબરમતી નદીમાંથી પાણી છોડવામાં આવતાં ધોળકા અને ખેડા તાલુકામાં સ્થિતિ વધુ ગંભીર બની છે, જ્યાં અનેક ગામોમાં પાણી ઘૂસી ગયા છે અને રસ્તાઓ બંધ થઈ ગયા છે. જેમાં ખાસ કરીને ધોળકાથી સરખેજ તરફ જતો હાઇવે બંધ કરવામાં આવ્યો છે