રાજકોટ: સતત વરસી રહેલા વરસાદના કારણે રાજકોટમાં નદી-નાળા છલકાઈ રહ્યા છે. આજે, સંસ્કાર ઇન્ડસ્ટ્રીઝ નજીક ખોખળદળ નદીના બેઠા પુલ પર એક કાર ફસાઈ જવાનો બનાવ સામે આવ્યો છે.મળતી માહિતી મુજબ, ખોખળદળ નદી પરનો બેઠો પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો હોવા છતાં એક કાર ચાલક જોખમી રીતે તે પુલ પરથી પસાર થવાનો પ્રયાસ કરી રહ્યો હતો.