વડોદરા: રેસકોર્ષ વિદ્યુત ભવન ખાતે એપ્રેન્ટિસો દ્વારા ભરતી પ્રક્રિયા મુદ્દે કર્યું ધરણા પ્રદર્શન
વડોદરા : રેસકોસ વિદ્યુત ભુવન ખાતે એપ્રેન્ટીસ ઉમેદવારોએ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાની માંગણી સાથે ધરણા પ્રદર્શન કર્યું હતું. ઉમેદવારો દ્વારા વિદ્યુત સહાયક હેલ્પર ભરતી માટે આજદિન સુધી ભરતી પૂરી કરવામાં આવી નથી.આ મામલે વડી કચેરી ઉર્જા મંત્રી સચિવને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં પણ આજ દિન સુધી માંગણી સંતોષોમાં નહીં આવતા ફરી એક વખત ધરણા પ્રદર્શન કરીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.