થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ તરીકે પ્રધાનજી ઠાકોરની નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂક બાદ ઠાકોર સમાજ અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.ઠાકોર સમાજ દ્વારા સંતશ્રી સદારામ લાઈબ્રેરી, ઠાકોર સમાજ થરાદ-વાવ ખાતે એક સત્કાર સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ અને સભ્યોએ પ્રધાનજી ઠાકોરનું સન્માન કર્યું હતું