વલ્લભીપુર: મુરલીધરજી મંદિર પચ્છેગામ નવનિર્માણ તેમજ "નિજ મંદિર પ્રવેશોત્સવ" આમંત્રણ અને સત્કારની હેલી વરસી
પચ્છેગામની પાવન ધરા પર મુરલીધરજી મંદિર નવનિર્માણ તેમજ "નિજ મંદિર પ્રવેશોત્સવ, 551 કુંડી મહા યજ્ઞ તેમજ ભાગવત કથાનું સુંદર અને ભવ્ય આયોજન થવા જય રહ્યું છે ત્યારે ગોહિલવાડના લોકોમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ વર્તાઈ રહ્યો છે, આજ રોજ પીપળી , નવાગામ લોલીયાના , ખેટાતિંબી , કંથારીયા ગામની અંદર યુવા શક્તિ ગ્રુપ પછેગામ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું અને આ ભવ્ય આયોજન ને લઇ સમીક્ષા કરવામાં આવી હતી.