રાષ્ટ્રવાદ, એકતા અને બ્રિટિશ શાસન સામેના પ્રતિકારનું શક્તિશાળી પ્રતીક રાષ્ટ્રગીત વંદે માતરમ્ ના 150 ગૌરવશાળી વર્ષ પૂર્ણ થવા પ્રસંગેની ઉજવણી આજે સમગ્ર દેશમાં થઈ રહી છે ત્યારે ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈએ શ્રી સંતરામ વિદ્યાલય ખાતે રાષ્ટ્રગીતનું સમૂહ ગાન કરી શાળાના બાળકોને રાષ્ટ્રગીતના ઇતિહાસ વિશે અવગત કરાવ્યા હતા