ઉધના: સુરત: ઉધનામાં આધેડને ધમકાવી ૪ મહિનાનો પગાર લૂંટનાર એક આરોપી ઝડપાયો, મહિલા સભ્ય વોન્ટેડ,ઘટના સીસીટીવી માં કેદ
સુરત શહેરના ઉધના વિસ્તારમાં એક ગેસના બાટલા સપ્લાય કરતા આધેડને ધમકાવીને તેમની પાસેથી ચાર મહિનાનો પગાર, રોકડા રૂપિયા ૪૦,૦૦૦ લૂંટી લેવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર લૂંટની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને મુખ્ય આરોપી પૈકી એક પુરુષને ઝડપી પાડ્યો છે, જ્યારે તેની ગેંગની મહિલા સભ્યને વોન્ટેડ જાહેર કરવામાં આવી છે.