થરાદ તાલુકા કોંગ્રેસના પ્રમુખ પદે પ્રધાનજી ઠાકોરની વર્ણી કરાઈ હતી જેના પગલે આજે થરાદ ઠાકોર સમાજના વડીલો, સમાજબંધુઓ, યુવા મિત્રો અને બહેનો દ્વારા થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકેની પ્રધાનજી ઠાકોરને નવી જવાબદારી મળી હતી જે અનુસનધાને સત્કાર સમારોહ યોજાયો હતો જ્યારે આ સત્કાર સમારોહ યોજવા બદલ નવ નિયુક્ત તાલુકા કોંગ્રેસના પ્રમુખ પ્રધાનજી ઠાકોરે સૌ પ્રથમ ઠાકોર સમાજનો આભાર વ્યક્ત કર્યો હતો જો કે ઠાકોર સમાજે સાલ સાફો ફુલહાર કરી સન્માન કર્યું હતુ