GST વિભાગ દ્વારા બિલ અંગે 3 વાહનો ડિટેઇન કરી બહુમાળી ભવન ખાતે લાવી નોટિસ અપાઈ
Bhavnagar City, Bhavnagar | Nov 1, 2025
ભાવનગર GST વિભાગ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં ચેકીંગ હાથ ધરાયું હતું. જે અંતર્ગત GST બિલ અને દસ્તાવેજ અંગે 3 વાહનો ડિટેઇન કરાયા હતા. જે તમામ વાહનોના માલિકને નોટિસ આપી વાહનો ડિટેઇન કરી બહુમાળી ભવન ખાતે લાવવામાં આવ્યા હતા.