વાંકાનેર શહેર ખાતે બુધવારના રોજ વાંકાનેરના રાજવી અને રાજ્યસભા સાંસદ કેશરીદેવસિંહ ઝાલાના જન્મ દિવસની વાંકાનેર શહેર યુવા ભાજપ દ્વારા સેવામય ઉજવણી કરવામાં આવી હોય, જેમાં શહેર યુવા ભાજપ ટીમ દ્વારા વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રુટ વિતરણ, અંધ અપંગ ગૌશાળા-રાજાવડલા ખાતે ગાયોને લીલો ઘાસચારો તેમજ શનિદેવ મંદિર ખાતે બાળકોને બટુક ભોજન કરાવાયુ હતું…