વટવા: અમદાવાદના વટવા વિસ્તારમાં રાજા પઠાણ નામના કુખ્યાત બુટલેગરનો આતંક
અમદાવાદના વટવા વિસ્તારમાં રાજા પઠાણ નામના કુખ્યાત બુટલેગરનો આતંક સામે આવ્યો છે. અંગત અદાવતમાં રાજા પઠાણે એક ઘરમાં અને બહાર પડેલા બે ટુ-વ્હીલરમાં આગ લગાવી દીધી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગ પર કાબૂ મેળવીને વધુ તપાસ હાથ ધરી હતી.