નડિયાદ: વડાપ્રધાન શ્રી ના જન્મદિવસ નિમિત્તે રક્તદાન અંતર્ગત ખેડા જિલ્લામાં અમૃત મહોત્સવ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન..
આજે તા.16/09/2025ના રોજ આપણા દેશના યશસ્વી વડાપ્રધાનશ્રીના જન્મદિવસ નિમિતે રક્તદાન અંતર્ગત અમૃત મહોત્સવ મેગા બ્લડ ડોનેશનના કેમ્પનું આયોજન અત્રેના જિલ્લા (ખેડા-નડિયાદ) ખાતે યોજવામાં આવેલ છે જેમાં અત્રેના જિલ્લા તાબા હેઠળ ના તમામ યુનિટો ખાતે બ્લડ ડોનેશન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ છે જેમાં જિલ્લા કમાન્ડન્ટશ્રી સાહેબ સાથે જિલ્લાના તાંબાના તમામ યુનિટના ઈ.ઓફિસર કમાન્ડિંગ સાથે તમામ યુનિટના હોમગાર્ડઝ સભ્યોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો.