વડોદરા પૂર્વ: ગેસ લાઇન ઠપ્પ થતા 5 લાખ લોકો અટવાયા,હોટલ માંથી જમવાનું મંગાવવું પડ્યું, આખરે આજે સમારકામ થતા રાહત
માઇક્રો ટનલિંગ કામગીરી દરમિયાન મુખ્ય ગેસ લાઇનને નુકશાન પહોંચ્યું હતું.ગોલ્ડન ચોકડી,હરણી પાસે કામ દરમ્યાન લાઇનમાં ભંગાણ સર્જાયું હતું.જેના કારણે ગેસ પુરવઠો બંધ થતા અડધું શહેર અસરગ્રસ્ત થયું હતું.આશરે 5 લાખથી વધુ નાગરિકો પર આની સીધી અસર જોવા મળી હતી.પૂર્વ,ઉત્તર અને પશ્ચિમ વિસ્તાર પ્રભાવિત થયા હતા. રવિવારે આખો દિવસ રસોઈ માટે સંકટ વચ્ચે નાગરિકો સિલિન્ડર, હોટલ અને રેડીમેડ ફૂડ પર નિર્ભર રહ્યા હતા.રાતોરાત રિસ્ટોરેશન કામગીરી હાથધરાઈ હતી.