વઢવાણ: નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને "સ્વચ્છતા હી સેવા અભિયાન 2025"નો શુભારંભ
સ્વચ્છ ભારત મિશનના 11 વર્ષની ઉજવણીના ભાગરૂપે આ વર્ષે "સ્વચ્છતા હી સેવા 2025" ને "સ્વછોત્સવ" તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે, ત્યારે નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાની અધ્યક્ષતામાં સાંસદ ચંદુભાઈ શિહોરાની વિશેષ ઉપસ્થિતિમાં ટાગોરબાગ ખાતે " સ્વચ્છતા હી સેવા અભિયાન 2025"નો શુભારંભ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું.