વડોદરા: ગોરવા અને નવલખી મેદાનમાંથી બાઈકોની ચોરી કરનાર શખ્સ ઝડપાયો
વડોદરા : શહેરના સુભાનપુરા ગુરૂવાર રોડ પર આવેલ જય અંબે એપાર્ટમેન્ટમાં રહેતો લુમેશ ધોબીને ક્રાઇમબ્રાન્ચે શંકાસ્પદ મોટરસાયકલ સાથે ઝડપી પાડ્યો હતો.સઘન પૂછપરછ દરમિયાન તેણે છેલ્લા છ માસ દરમિયાન શહેરના ગોરવા અને નવલખી મેદાન ખાતેથી એમ કુલ મળીને બે મોટરસાયકલની ચોરી કરી હોવાનું જણાવ્યું હતું.જેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે આ ઈસમની અટકાયત કરી બીજી કોઈ મોટર સાયકલની ચોરી કરી છે કે કેમ તે દિશામાં આગળની કાર્યવાહી હાથ ધરી છે.