મહુવા: કમોસમી વરસાદ થી ખેડૂત ને થશે ભારે નુકશાન સુગરમિલ સહિત કાર્યક્રમો પર થશે અસર.
Mahuva, Surat | Oct 25, 2025 અંબિકા તેમજ મહુવા તાલુકામાં 25 ઓક્ટોબર ના રોજ સાંજે 7:30 કલાક બાદ અચાનક વરસાદ પડવાની શરૂઆત થતાં ખેડૂતો એ કાપેલ ડાંગર નો પાક પાણીમાં પલડતી જતા ખેડૂતો ની દશા દયનિય બની જવા પામી છે.તો બીજી તરફ વાત કરીએ શેરડીના પાકની તો સુગરમિલની શરૂઆત થતાં વરસાદ વરસી જતા સુગરમિલ શરૂ થવામાં પણ હજુ વિલંબ થવાની શકયતા છે.જ્યારે અંબિકા તાલુકાના વસરાઈ ખાતે યોજાનાર રાષ્ટ્રીય કક્ષાના ઉદ્યોગ મેળાની તૈયારઓમાં પણ વરસાદનું વિઘ્ન નડયું છે.