સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિતે કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિમાં રૂપાણી ખાતેથી રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો
Bhavnagar City, Bhavnagar | Oct 31, 2025
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે ભાવનગર શહેરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી અંતર્ગત રન ફોર યુનિટી યુનિટી કાર્યક્રમનું રૂપાણી સર્કલ ખાતેથી આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બામણીયા, કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, મેયર ભરતભાઈ બારડ, જિલ્લા કલેકટર મનીષકુમાર બંસલ સહિતના ખાસ ઉપસ્થિત રહ્યા હતા.