વેજલપુર: અમદાવાદના વિજયનગર પાસે ગેસ પાઈપલાઈનમાં આગ લાગતા દોડધામ
અમદાવાદના વિજયનગર વિસ્તારમાં ભૂગર્ભમાંથી પસાર થતી CNG પાઈપલાઈનમાં કોઈ કારણસર આગ લાગતા અફરાતફરી મચી હતી. મંગળવારે 5 વાગ્યાની આસપાસ પાઈપલાઈનમાં પ્રેશર વધુ હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. સમગ્ર મામલે જાણ થતાં ત્રણ ફાયર ફાઈટરોએ ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવાયુ હતું..