શહેરમાં ઠેરઠેર ખરાબ રસ્તાના કારણે લોકો પરેશાન હતા ત્યારે લોકોની મુશ્કેલી મુખ્યમંત્રી સમજ્યા છે.મુખ્યમંત્રીએ વીસીના માધ્યમથી તાત્કાલિક ખાડા પુરવા કડક સૂચના આપતા વડોદરા પાલિકા તંત્ર દોડતું થયું હતું.અને મુખ્યમંત્રી ની સૂચના બાદ પાલિકા તંત્ર કામે લાગ્યું છે.શહેરમાં ઠેરઠેર રસ્તા પરના ખાડા પુરવાની કામગીરી પુરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે.મ્યુનિસિપલ કમિશનરએ આજે બપોરે 2 વાગ્યે તરસાલી શાક માર્કેટ સર્કલ ખાતે ચાલતી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.