નવરાત્રીને લઈને અઠવાલાઈન્સ ખાતેથી પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા આપી માહિતી
Majura, Surat | Sep 16, 2025 નવરાત્રી મહોત્સવને લઈ સુરત શહેરમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત એક્શનમા આવ્યાછે.આ વખતે સુરતમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.સુરત શહેરમાં નવરાત્રી મહોત્સવને લઈને સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરવામાં આવી છે,10 હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે,શહેરના અલગ-અલગ વિસ્તારમાં વોચ ટાવર અને સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, કન્ટ્રોલરૂમ બનાવાયો છે, જેથી કોઈપણ જગ્યાએ ભીડ એકઠી થાય તો તાત્કાલિક પોલીસ પહોંચી શકે.