ગજ્જરના ચોક દાટી વાળી શેરીમાં ટ્યુશન ક્લાસના સંચાલકો પર હુમલો કરી લૂંટ ચલાવનાર ત્રણ ઇસમો ઝડપાયા
Bhavnagar City, Bhavnagar | Nov 12, 2025
ભાવનગર શહેરના દિવાનપરા રોડ પાસે રહેતા મુર્તજાભાઈ અબ્દુલ્લાભાઈ હામીદ જે પોતાના પ્લોટની માપણી કરવા ગયેલા એન્જિનિયરની પાસેના મજૂર પાસેથી કુમાર ઉર્ફે ભુરો મહેશભાઈ પરમાર અને તેના બે મિત્રો મોટરસાયકલ છીનવી ગયા હતા. આ બાબતે મુર્તજાભાઈ ત્યાં પહોંચતા તેમને માર મારવામાં આવ્યો અને મોબાઇલ ફોન તથા મજૂરની મોટરસાયકલ મળી રૂ. 45,000/- નો મુદ્દામાલ લૂંટી ગયા અંગેની ફરિયાદ નોંધાતા પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી લીધા