માણસા: માણસા તાલુકાના એક ગામની સગીરાઓને બદનામ કરનાર આરોપીને 3 વર્ષની કેદની સજા, 1 લાખનો દંડ
ગાંધીનગર સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને ત્રણ વર્ષની કેદની સજા, એક લાખનો દંડ ફટકાર્યો છે. 2023માં આરોપી રાહુલ રાઠોડે વ્હોટ્સએપ ગ્રુપમાં બે સગીરા અને તેમની 24 વર્ષની બહેનના ફોટા પોસ્ટ કર્યા હતા. આ ગ્રુપનું નામ પણ આરોપીએ બિભત્સ રાખીને સગીરાઓને કોલગર્લ તરીકે દર્શાવી હતી અને એમાં ભાવ તેમજ સમયનો પણ ઉલ્લેખ કરી અશ્લીલ લખાણ લખ્યું હતું.