લાલપુર: લાલપુરમાં આ તારીખે દંત કેમ્પનું આયોજન કરવામાં આવશે
જામનગર જિલ્લાના લાલપુરમાં દૈત ચિકિત્સા અને દાંતની બત્રીસીના કેમ્પનું તા. 25-૯-૨૦૨૫ અને ગુરુવારે સવારે ૯ થી ૧ સુધી લાલપુરમાં જૈન સમાજની વાડીમાં આયોજન કરવામાં આવ્યું છે. શ્રી વર્ધમાન ચેરીટેબલ ટ્રસ્ટ-રાજકોટ દ્વારા આયોજીત આ નિઃશુલ્ક કેમ્પમાં ડીવાઈન ચેરીટેબલ ટ્રસ્ટ ફોર હેલ્થ એન્ડ એજ્યુકેશન રાજકોટની ટીમના ડૉ. જયસુખભાઈ મકવાણા અને તેમની ટીમ દ્વારા સેવા આપશે.