અંકલેશ્વર: અંકલેશ્વર શહેરના મુખ્ય માર્ગ ઉપર નવીનીકરણની કામગીરીને પગલે ટ્રાફિકજામ સર્જાતા વાહન ચાલકો અટવાયા હતા.
અંકલેશ્વર તંત્ર દ્વારા હાલ મુખ્ય માર્ગના નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેને પગલે માર્ગ વનવે કરવામાં આવ્યો છે.જે રોડ ઉપર આડેધડ વાહનો પાર્ક કરવામાં આવતા ટ્રાફિકજામ વકર્યો છે.ત્યારે ટ્રાફિકની સમસ્યા હલ કરવા તંત્ર યોગ્ય પગલાં ભરે તે અત્યંત જરૂરી છે.