વડોદરા: રાવપુરા પો.સ્ટે ખાતે પોલિસ કર્મી સહિત કુલ 3 ઈસમો વિરુદ્ધ ગુન્હો દાખલ,ACP એ વધુ મહીતી આપી હતી.
વડોદરાના રાવપુરા પોલીસ મથકમાં ચકચાર મચાવી દેતો બનાવ સામે આવ્યો છે.અહીં કોન્સ્ટેબલ નિલેશ બારૈયા વિરુદ્ધ જ ગુનો નોંધાતા ધરપકડ કરવામાં આવી છે. નિલેશે નવલખી મેદાન પાસે યુવતી સાથે બેઠેલા યુવકને માર માર્યો અને તેની એક્ટિવા બાઈક સળગાવી દીધી હતી.આ બનાવ બાદ પોલીસ વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.કોન્સ્ટેબલ સહિત તેના ભાણિયા અને એક અન્ય વ્યક્તિને પણ અટકાયત કરવામાં આવી છે.એક પોલીસકર્મી જ કાયદા હાથમાં લે એ બાબતે ચર્ચાનો વિષય બન્યો છે.