વંદે માતરમના ૧૫૦ વર્ષની ઉજવણી નિમિત્તે જિલ્લા પંચાયત નડિયાદ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમ અંતર્ગત અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વંદે માતરમનું સામૂહિક ગાન કરી સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવા માટે સંકલ્પ લેવાયો.ભારતના રાષ્ટ્રગીત “વંદે માતરમ”ના નિર્માણને ૧૫૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ તા. ૦૭મી નવેમ્બરના રોજ રાષ્ટ્રવ્યાપી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.