ચોટીલા: ચોટીલાના જય શાહે લગ્નની ઉજવણી 'સેવા દિવસ' તરીકે કરી: સોમનાથમાં લગ્ન કર્યા ભોજન સમારંભને બદલે વૃદ્ધો-બાળકોને ભોજન,ગૌસેવા
ચોટીલાના જય શાહે પોતાના લગ્નની ઉજવણી અનોખી રીતે કરી છે. તેમણે વડાપ્રધાનના આહ્વાનને અનુસરીને સોમનાથ મહાદેવના સાનિધ્યમાં લગ્ન કર્યા અને ભવ્ય ભોજન સમારંભને બદલે 'સેવા દિવસ' તરીકે ઉજવણી કરી. લગ્નના પ્રથમ માંડવાના દિવસે, જય શાહે વૃદ્ધાશ્રમમાં વડીલો માટેઝૂંપડપટ્ટી વિસ્તારોમાં નાના બાળકોને ભોજન સેવા પૂરી પાડવામાં આવી હતી. પાંજરાપોળમાં ગૌસેવા રૂપે ગાયોને લીલો ચારો અને ગોળ અર્પણ કરવામાં આવ્યા હતા હતા.