મહાનગરપાલિકા દ્વારા ખેડૂતવાસ વિસ્તારમાં મેગા ડિમોલેશન હાથ ધરી દબાણો દૂર કરાયા
Bhavnagar City, Bhavnagar | Oct 29, 2025
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ખેડૂતોવાસ વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મહાનગરપાલિકા દબાણ હટાવ ટીમ દ્વારા ખેડૂતવાસ વિસ્તારમાં સરકારી જગ્યા પર બનેલા દબાણો અંગે અગાઉ નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં દબાણ હટાવવામાં નહીં આવતા મનપા દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરી મસ મોટા જેસીબી કાપલા સાથે દબાણો દૂર કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.