ગાંધીધામ: નક્ટી પૂલથી કંડલા બ્રિજ સુધી રોડના સમારકામથી ટ્રાફિક જામ
નક્ટી પૂલથી હનુમાન મંદિર અને આગળ કંડલા બ્રિજ સુધી રોડનું સમારકામ ચાલી રહ્યું હોવાથી આ વિસ્તારમાં દરરોજની જેમ આજે પણ ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાઈ છે.લોકોના મતે આ સમારકામ મનસ્વી રીતે કરવામાં આવે છે અને જ્યાં સુધી રોડનું કામ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી આ સમસ્યા યથાવત રહેશે. રોજિંદી હાલાકીથી ત્રસ્ત લોકોએ કંડલા પોર્ટના ચેરમેનને તાત્કાલિક ધોરણે રોડનું સમારકામ પૂર્ણ કરાવવા માટે વિનંતી કરી છે, જેથી ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળી શકે