GST ના ખોટા દસ્તાવેજ બનાવવાના ગુનામાં બે વર્ષથી નાસતા ફરતા શખ્સને નવાપરા ખાતેથી પેરોલ ફરલો સ્કોડની ટીમે ઝડપી લીધો
Bhavnagar City, Bhavnagar | Oct 27, 2025
ભાવનગર પેરોલ ફરલો સ્કોડની ટીમ શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન નવાપરા કાવેરી કોમ્પ્લેક્ષ નજીકથી એક શખ્સને ઝડપી લીધો હતો. જે શખ્સ GST ના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો હોય SOG ટીમે નીલમબાગ પોલીસ મથક ખાતે સોંપી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.