ચિત્રા ગાયત્રી મંદિર નજીકથી અજાણ્યા પુરુષનો મુદ્દે મળી આવ્યો, પોલીસે PM માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી
Bhavnagar City, Bhavnagar | Oct 30, 2025
ભાવનગર શહેરના ચિત્રા ગાયત્રી મંદિર નજીકથી એક અજાણ્યા પુરુષનો મૃત્ય મળી આવ્યો હતો. બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર ચિત્ર ગાયત્રી મંદિર નજીક એક પુરુષનો મૃત્ય પડ્યો હોય જે અંગે સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરાઈ હતી. સમગ્ર ઘટના મામલે જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડી ઓળખ સહિતની તપાસ હાથ ધરી હતી. ત્યારે સિહોરના ટાણા ખાતે રહેતા હરેશભાઈનો મૃતદહ હોવાનું પોલીસ તપાસમાં ખુલવા પામ્યું હતું.