ભારતીય જનતા પાર્ટી, મહેસાણા જિલ્લા કાર્યાલય 'કમલમ' ખાતે આજરોજ રાષ્ટ્રીય બંધારણ દિવસની ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી, જેમાં ભારતરત્ન ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીના લોકશાહી વિચારધારા અને ભારતના બંધારણ ઘડતરમાં આપેલા અવિસ્મરણીય યોગદાનને ભાવપૂર્વક સ્મરણ કરીને તેમના ચરણોમાં કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ ડૉ. બાબાસાહેબ આંબેડકરના વિચારો અને મૂલ્યોને આજના સમયમાં વધુ પ્રસ્તુત ગણાવ્યા હતા