અંકલેશ્વરના ભડકોદ્રા ગામની ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા જ્યોતિબેન અંબુજ મિશ્રા ગતરોજ પોતાના ઘરે હતા તે દરમિયાન તેઓના મકનની ઉપર ભાડુઆત તરીકે રહેતા કુલદીપ કુશળકિશોર પાંડેની પત્ની વિભાબેનએ અગાસી ઉપર કપડાં સૂકવવા નાખેલ જેનું પાણી નીચે ગાદલા પર પડતા તેણીને કપડાં બાજુમાં ખેડી લેવા કહેતા તેણીએ મકાન માલિકને અપશબ્દો ઉચ્ચારી ઝઘડો કર્યો હતો.જે બાદ તેણીના સંબંધીઓ અને પતિ સાથે મળી ઝઘડો કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.