ઝાલોદ: જી.ઇ.બી ઓફિસ ખાતે ફરજ બજાવતા કર્મચારીનો ચોરી થયેલ મોબાઇલ સાથે આરોપીને ઝાલોદ પોલીસે ઝડપી પાડયો
Jhalod, Dahod | Sep 16, 2025 આજે તારીખ 16/09/2025 મંગળવારના રોજ સાંજે 6 કલાકે આપેલ માહિતી અનુસાર ઝાલોદ નગરના સુખસર રોડ પર આવેલ જી.ઇ.બી ઓફિસની સામે 17-08-2025 ના રોજ જી.ઈ.બી ઓફિસમા નોકરી કરતા પ્રવિણભાઈ મનુભાઈ સેલોતનો વિવો Y21 મોબાઇલ પડી ગયેલ હતો. જેને લઇ પ્રવિણભાઈ દ્વારા આ અંગે ઓનલાઈન ફરિયાદ કરવામાં આવેલ હતી. ઝાલોદ પોલિસ દ્વારા આ અંગે ટેકનિકલ પદ્ધતિ થી IMEI ટ્રેસ કરતા તેઓને આરોપીનો મોબાઇલ ક્યાં છે તેવું મળી આવેલ હતું.