LCB સ્ટાફના માણસો મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. આ દરમિયાન, હકીકત મળી હતી કે, મેંદી કલરનો શર્ટ અને વાદળી કલરનું જીન્સ પેન્ટ પહેરેલો એક ઇસમ, બજાજ કંપનીનું પલ્સર મોટરસાયકલ લઈને કલોલથી મહેસાણા તરફ આવી રહ્યો છે અને તેનું મોટરસાયકલ શંકાસ્પદ છે.