વડોદરા શહેરના ભાયલી ગામે કપિરાજ નો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે. એક સોસાયટી માં બાળકો ઘરની બહાર રમી રહ્યા હતા દરમિયાન એક વાનર દોડી ને આવ્યો હતો અને નાના બાળક પર હુમલો કરી તેને બચકા ભરી લીધા હતા.ત્યારે કપિરાજ ના આતંક ની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. આ ઘટના ઘટ્યા બાદ સોસાયટીના બાળકો ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે ત્યારે સોસાયટી માંથી કપિરાજ નો આતંક દૂર કરવા સ્થાનિકોની માંગ ઉઠી છે.